Skip to main content
Settings Settings for Dark

મોબાઇલના એક ક્લિકથી ઘરે આવશે સિલિન્ડર

Live TV

X
  • ગુજરાત સરકારના દિશાનિર્દેશનમાં રાજ્યમાં રાંધણગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને રાજ્ય સરકાર દ્વારા તે અંગે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરવામાં આવી છે.

    ગેસ એન્જસીઓ તરફથી LPG સિલિન્ડરની યોગ્ય આપૂર્તિ સુનિશ્વિત કરવા માટે ચોક્કસ દેખરેખ રાખવામાં આવી રહી છે અને નાગરિકોએ તેમના સિલિન્ડર માટે એજન્સીએ જઇને લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા નાગરિકોને તેમના ઘરે જ સરળતાથી સિલિન્ડર મળી રહે તે માટે ટેક્નોલોજીના ઉપયોગથી પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 

     નાગરિકોને મોબાઇલના એક ક્લિકથી જ સિલિન્ડર મળી રહે તે માટે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દ્વારા તમામ સુવિધાઓ પ્રદાન કરવામાં આવી છે. LPG બુકિંગ અને રિફીલ માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને નોંધાયેલા લાભાર્થીઓ વોટ્સએપ, મિસ્ડ કૉલ, SMS/IVR બુકિંગ, સ્માર્ટફોન એપ્લિકેશન અને કંપનીના સત્તાવાર પોર્ટલનો ઉપયોગ કરીને સરળતાથી બુકિંગ કરી શકે છે. 

    *બુકિંગ માટેની સુવિધાઓ*
    IOCLના જણાવ્યા અનુસાર મોબાઇલ દ્વારા LPG બુકિંગ માટે નીચે મુજબની સુવિધાઓનો ઉપયોગ કરી શકાય છે. બુકિંગ બાદ સરળતાથી સિલિન્ડરની હોમ ડિલીવરી થઇ જશે.

    વોટ્સએપ માટે: 7588888824
    રજીસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 8454955555
    SMS / IVRS બુકિંગ માટે:  7718955555 
    મોબાઇલ એપ:  IndianOil ONE
    ઓનલાઇન પોર્ટલ:  https://cx.indianoil.in

    *HP ગેસની બુકિંગ માટે નીચેની સુવિધાઓ ઉપલબ્ધ છે:*
    વોટ્સએપ માટે: 9222201122
    રજીસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 9493602222
    SMS / IVRS બુકિંગ માટે:  8888823456
    મોબાઇલ એપ:  HP PAY
    ઓનલાઇન પોર્ટલ:  https://myhpgas.in

    **ભારતગેસ દ્વારા સરળ બુકિંગ સુવિધાઓ*
    વોટ્સએપ માટે : 1800224344
    રજીસ્ટર્ડ નંબર દ્વારા કોલથી બુકિંગ માટે: 7710955555
    SMS / IVRS બુકિંગ માટે:  7715012345
    મોબાઇલ એપ:  HelloBPCL
    ઓનલાઇન પોર્ટલ:  my.ebharatgas.com 

    તે સિવાય પાર્ટનર વોલેટ અને બેન્કિંગ એપની મદદથી ભારત બિલ પેમેન્ટ સિસ્ટમ દ્વારા ગેસની બુકિંગ કરી શકાય છે. આ તમામ બુકિંગમાં સુવ્યવસ્થિત ડિજિટલ પ્રણાલીને અનુસરવામાં આવે છે અને SMS દ્વારા ગ્રાહકને કન્ફર્મેશન મોકલવામાં આવે છે. ઘરેલુ ગેસ કનેક્શન ધરાવતા ગ્રાહકોને પ્રાથમિકતા સાથે ડિલીવરી આપવામાં આવી રહી છે. રાજ્યમાં LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને બફર સ્ટોકમાં પણ સતત વધારો થઇ રહ્યો હોવાથી નાગરિકોને સરળતાથી ઘર બેઠા જ ડિલીવરી સુનિશ્વિત કરવામાં આવી રહી છે. 

    *સમયસર ડિલીવરી મળી જાય છે, કોઈ સમસ્યા નથી: ગ્રાહકો*
    ખેડા જિલ્લામાં ઠાસરાના રહેવાસી મહિપાલસિંહ પ્રતાપસિંહ પરમારે જણાવ્યું હતું કે ઇન્ડેન ગેસના બાટલા નિયમિત રીતે મળી રહ્યા છે. ગાઇડલાઇન પ્રમાણે તેમની સર્વિસ સારી છે અને કોઈ પણ તકલીફ વિના સમયસર ડિલીવરી આપે છે. અન્ય એક ગ્રાહક પરેશભાઇ વોરાએ જણાવ્યું હતું કે અત્યારે સર્વિસમાં કોઈ સમસ્યા નથી. બુકિંગ કરાવ્યા બાદ સમયસર બાટલા મળી જાય છે.  

    કાલસર ગામના રહેવાસી નાઝીમખાન નબીખાન પઠાણે જણાવ્યું હતું કે તેમને સરળતાથી સિલિન્ડર મળી જાય છે અને કાયદેસર રીતે ડિલીવરી થઇ રહી છે. મોડાસામાં ખુશી એચપી ગેસ એજન્સીના સંચાલક હરિશ્ચંદ્રસિંહ ભાટીએ જણાવ્યું હતું કે સરકાર તરફથી પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. રોજ ગાડીઓ સ્ટોક લઇને આવે છે. ગ્રાહકો તેમના રજીસ્ટર્ડ નંબર પરથી બુકિંગ કરાવી શકે છે અને બે દિવસમાં તેમને ડિલીવરી મળી જશે. આ પરિસ્થિતિમાં કોઈએ અફવાઓથી પેનિક થવાની જરૂર નથી.

    *LPG વિતરણની ચુસ્ત દેખરેખ માટે અધિકારીઓની નિમણૂક*
    રાજ્યની તમામ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ગેસ એન્જસીઓમાં ચુસ્ત દેખરેખ અને મોનિટરિંગ માટે રેવન્યૂ તથા પોલીસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે. તેમના દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સમયસર LPG પુરવઠો મળે અને ગેરરીતિને અટકાવી શકાય. 

    *LPG માટે રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222*
    રાજ્યમાં LPG અંગેના કોઈ પ્રશ્ન માટે નાગરિકોને રાજ્ય હેલ્પલાઇન નંબર 1800-233-0222નો સંપર્ક કરવાનું જણાવવામાં આવ્યું છે. રાજ્ય સરકાર દ્વારા એ સુનિશ્વિત કરવામાં આવી રહ્યું છે કે નાગરિકોને સત્તાવાર રીતે સચોટ માહિતી મળતી રહે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply