મોરબીના માળિયા તાલુકામાં આવેલ પ્રસિદ્ધ તિર્થધામ વવાણીયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું
Live TV
-
જાણીતા તીર્થ ધામ વવાણીયા કે જે મહાત્મા ગાંધીના આધ્યાત્મિક ગુરુ શ્રીમદ રાજચંદ્ર ની જન્મભૂમિ,શ્રી રામબાઈ માતા નાં પૌરાણિક આશ્રમ અને નીમ કરોલી બાબા સ્થાપિત સુપ્રસિદ્ધ ઐતિહાસિક હનુમાનજી મંદિર એવા ત્રિવિધ તીર્થ ધામ ખાતે ભારત સરકારના વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ આવી પહોંચતા ગ્રામજનો દ્વારા ઉત્સાહભર સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું .
જ્યાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી અને પ્રસંગોચિત માર્ગદર્શન અને સ્થળ પર નિશુલ્ક મેડિકલ કેમ્પ ,આધાર કાર્ડ,ડ્રોન દ્વારા આધુનિક ખેતી પાક છંટકાવ અને તેનાં મહત્વ તેમજ સરકાર દ્વારા ડ્રોન અંગે જરૂરી સહાય સહિત વિવિધ યોજનાઓ અંગે અવગત કરવામાં આવ્યા હતા.
આ અંગે શ્રી રામ બાઈ માતા મંદિર આશ્રમ ટ્રસ્ટના મહંત અને પ્રમુખ અને સરપંચ સહિત આગેવાનો અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાથે આવેલ ડ્રોન તજજ્ઞ અને અધિકારી ગણ ,તલાટી મંત્રી ,લાભાર્થીઓ દ્વારા પ્રેરક પ્રતિભાવ સાથે સરકાર દ્વારા પ્રેરક આયોજન અને ઘર આંગણે આ પ્રકારે ગામે ગામ સરકારની વિવિધ યોજનાઓ ની જાણકારી અને સ્થળ પર વિવિધ યોજના અને સંલગ્ન વિભાગ દ્વારા કેમ્પ સહિત ખેતીમા ડ્રોન દ્વારા આધુનિક ટેકનોલોજી સાથે સમય,શક્તિ અને શ્રમના બચાવ સાથે નેનો ટેકનોલોજી અને નેનો યુરિયાના ડ્રોન દ્વારા છંટકાવ અને તેના લાભ અંગે માહિતી આપવામાં આવી હતી.
