મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના બાદ દ્વારકાનો પ્રખ્યાત સુદામા સેતુ તકેદારીના ભાગ રૂપે બંધ કરાયો
Live TV
-
મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટના બાદ દ્વારકાનો પ્રખ્યાત સુદામા સેતુ તકેદારીના ભાગ રૂપે બંધ કરવામાં આવ્યો હતો. આજે R&B અને ખાનગી કંપનીના ઇજનેરો દ્વારા સુદામા સેતુના સર્વેની કામગીરી હાથ ધરાઇ છે.
ગોમતી નદી પર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સહયોગથી નિર્મિત સુદામા સેતુના આ સર્વેમાં પ્રાંત અધિકારી, મામલતદાર અને R&Bના ઇજનેરો દ્વારા બ્રિજની બનાવટમાં વપરાયેલ લોખંડના સળિયા બ્રિજ પર થયેલ વાતાવરણની અસરો વગેરે બાબતોને ધ્યાને રાખી તકનીકી સર્વેની કામગીરી હાથ ધરાઇ હતી.
દ્વારકા પ્રાંત અધિકારીના જણાવ્યા મુજબ બ્રિજના સર્વે બાદ ટેકનિકલ ટીમનાં અભિપ્રાયો લેવાશે. ત્યાર બાદ પુલને પ્રવાસીઓ માટે શરૂ કરવો કે કેમ તે નક્કી થઈ શકશે.
