Skip to main content
Settings Settings for Dark

મોરબીમાં મીઠાની ફેક્ટરીમાં દિવાલ ધરાશાયી થતાં12 શ્રમિકોના મૃત્યુ, 11 ઘાયલ

Live TV

X
  • મોરબીના હળવદ ખાતે આવેલી GIDCમાં બુધવારે સાગર સોલ્ટ કંપનીમાં દિવાલ ધરાશાયી થતાં 30 જેટલા શ્રમિકો દટાયા હતા. જેમાં 12 શ્રમિકોનાં મોત થયા હતા. તો 11 જેટલા શ્રમિકોને ગંભીર ઈજાઓ પહોંચી હત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને મૃતકો પ્રત્યે શ્રદ્ધાંજલિ પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકોનાં પરિજનોને બે લાખ સહાયની ઘોષણા કરી હતી.

    રાજ્ય સરકાર દ્વારા મૃતકોનાં પરિવારજનોને 4 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોરબી જિલ્લાના હળવદની જી.આઇ.ડી.સી માં સર્જાયેલી દુર્ઘટના સ્થળની પ્રત્યક્ષ મુલાકાત લઇ જાત માહિતી મેળવી હતી. આ સાથે કંપનીના માલિક દ્વારા મૃતકોના પરિવારજનોને પાંચ-પાંચ લાખ રુપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ આ ગોઝારા બનાવને પગલે હળવદ વેપારી મંડળ દ્વારા આજે વેપાર ધંધા બંધ રાખવાનું એલાન કર્યું છે.

    મોરબીના હળવદ ખાતે આવેલી GIDCમાં બુધવારે સાગર સોલ્ટ કંપનીમાં દિવાલ ધરાશાયી થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શ્રમ-રોજગાર મંત્રી બ્રિજેશ મેરજા સહિત કેન્દ્ર અને રાજ્યના મંત્રીઓએ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર શ્રમિકોને શ્રદ્ધાંજલિ પાઠવી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply