Skip to main content
Settings Settings for Dark

મોરબીવાસીઓ માટે ખુશખબર: રાજ્ય સરકાર તરફથી મળશે વધુ એક આઇકોનિક કેબલ બ્રિજ

Live TV

X
  • મોરબીના નગરજનો માટે રાજ્ય સરકારે વધુ એક કેબલ બ્રિજની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.આ અધ્યતન આઇકોનિક કેબલ બ્રિજ માટે 156.67કરોડ ની ફાળવણી કરવામાં આવી છે.

    આ નવા બ્રિજના નિર્માણથી મોરબીની ટ્રાફિક સમસ્યા હળવી થશે અને લોકોને મોટી રાહત મળશે.મોરબી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ આ અંગે વિસ્તૃત જાણકારી આપતા જણાવ્યું હતું કે, "હાલ મોરબીમાં ટ્રાફિક સમસ્યાને કારણે લોકો જે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, તેને ધ્યાનમાં રાખીને સરકારે વિશેષ મંજૂરીની મહોર લગાવી છે. આગામી સમયમાં મોરબીમાં આ અધ્યતન કેબલ બ્રિજનું નિર્માણ થશે, જેથી ટ્રાફિકની સમસ્યા હલ થશે."મોરબી-માળિયાના ધારાસભ્ય અને રાજ્યમંત્રી કાંતિ અમૃતિયાએ આ ભેટને આવકારી હતી. તેમણે જણાવ્યું હતું કે, "આ આઇકોનિક બ્રિજથી ભવિષ્યમાં મોરબીવાસીઓની ટ્રાફિક સમસ્યા હળવી થશે. આ કેબલ બ્રિજ સહિત અન્ય વિવિધ વિકાસ કાર્યો પણ આગામી સમયમાં મોરબીમાં હાથ ધરવામાં આવશે."
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply