મોરબી દુર્ઘટનાને લઈ આજે રાજ્યવ્યાપી શોક જાહેર કરવામાં આવ્યો
Live TV
-
ઝુલતો બ્રીજ તુટવાના કારણે 133 લોકોના મૃત્યુ થતા પ્રધાનમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું.
આજે 2 નવેમ્બરના રોજ સમગ્ર ગુજરાતમાં શોક જાહેર કરવામાં આવ્યો છે. મોરબીનાં સુપ્રસિદ્ધ ઝુલતા પુલ દુર્ઘટનામાં મહામૂલી માનવ જિંદગી ગુમાવનાર શ્રદ્ધેય દીવનગતો આત્માઓની શાંતિ માટે રાજ્યભરમાં નગર પાલિકા, મહાનગર પાલિકા સહિત શાંતિ પ્રાર્થના, પ્રાર્થના સભા અંગે ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ, ગાંધીનગર દ્વારા વિશેષ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. દિવંગત આત્માને શાંતિ મળે તે માટે રાજ્યભરમાં આજે ગામેગામ પ્રાથર્નાસભા યોજાશે. મોરબી હેંગિંગ બ્રિજ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર રાજ્યના નાગરિકોના દિવંગત આત્માઓને શાંતિ મળે તે માટે ગુજરાતના તમામ ગામડાઓ, નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓમાં આજે 2 નવેમ્બરના રોજ વિવિધ સ્થળોએ પ્રાથર્નાસભાનું આયોજન કરવા વિશેષ પરિપત્રમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ઝુલતો બ્રીજ તુટવાના કારણે 133 લોકોના મૃત્યુ થતા પ્રધાનમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને તમામને જરૂરી મદદની ખાતરી આપી હતી. કેન્દ્ર સરકાર દ્વારા મૃતકના પરિવારજનોને 2 લાખ અને અસરગ્રસ્તોને 50 હજાર સહાયની જાહેરાત કરી હતી.
