આણંદથી પસાર થતા નેશનલ હાઇ-વે 48 પર બાયપાસ રોડનું કરાયું ખાર્તમૂહર્ત
Live TV
-
આણંદથી પસાર થતા નેશનલ હાઇ-વે 48 પર બાયપાસ રોડનું ખાર્તમૂહર્ત કરવામાં આવ્યુ હતું. રાવળાપુરાથી લાંભવેલ-કરમસદને જોડતા બાયપાસ રોડનું સાંસદના હસ્તે ખાર્તમૂહર્ત કરવામાં આવ્યુ હતું. સૌરાષ્ટ્ર અને ભાલ પંથકના વાહનો ગણેશ ચોકડી થઇને બોરસદ ચોકડીથી તારાપુર હાઇ-વે પર જતાં ટ્રાફિક વધુ રહે છે. જેને ધ્યાને લઇને રાજય સરકાર નેશનલ હાઇ-વે 48 પર રાવળાપુરા નજીક પસાર થતી ડેડ કેનાલ પર લાંભવેલથી કરમસદ ને જોડતો 10 કિલોમીટરનો રોડ રૂપિયા 31.33 કરોડના ખર્ચે તૈયાર કરાશે. જેનું ખાતમુહૂર્ત આણંદના સંસદસભ્ય મિતેષ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતુ. આ રોડ બનાવવાથી શહેરમાંથી દૈનિક 1500થી વધુ વાહનોનું ટ્રાફિક ભારણ ઘટશે.
