Skip to main content
Settings Settings for Dark

ડૉ. જીવરાજ મહેતા હોસ્પિટલમાં "સ્ટેટ ઓફ આર્ટ ન્યુ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ"નો કરાયો આરંભ

Live TV

X
  • અમદાવાદ શહેરમાં આવેલી ડૉક્ટર જીવરાજ મહેતા હોસ્પિટલમાં "સ્ટેટ ઓફ આર્ટ ન્યુ ઇમર્જન્સી ડિપાર્ટમેન્ટ"નો આરંભ કરવામાં આવ્યો છે. ઈમરજન્સી વોર્ડને આજથી દર્દીઓ માટે વિધિવત ખુલ્લો મુકવામાં આવ્યો છે. 

    આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીઓ અને તબીબ જશવંત પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા. આ વિભાગમાં ખુબ જ આધુનિક ઇક્વિપમેન્ટ સાથે દર્દીને ઇમરજન્સીના સંજોગોમાં ઘનિષ્ઠ સારવાર મળી રહે, તેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અહી આધુનિક ઓપરેશન થિયેટર પણ છે. જેના કારણે જરૂરિયાતમંદ દર્દીઓની નાની-મોટી સર્જરી પણ અહીં જ કરવામાં આવશે. આ ઈમર્જન્સી ડિપાર્ટમેન્ટમાં ડાયાલિસિસ  વેન્ટિલેટર મશીન, એમ.આર.આઈ., સીટી સ્કેન અને એક્સ-રે સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. આ વિભાગમાં  24 કલાક મેડીકલ ઓફિસર, પી.જી.એમ.ઓ. અને ક્રિટિકલ કેર ડૉક્ટરની ટીમ પણ હાજર રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply