મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
મોરબી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવાયો મહત્વપૂર્ણ નિર્ણય: કચરામાંથી ગેસ બનાવવા માટે સ્ટેટ ઓફ ધ આર્ટ પ્લાન્ટ સ્થાપવા અંગે મહત્વનો નિર્ણય
મોરબી મહાનગરપાલિકા ખાતે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી, જેમાં શહેરના સર્વાંગી વિકાસકામો અને આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લાઇટ-રોશની અંગે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠકમાં સૌથી મોટો નીતિવિષયક નિર્ણય કચરામાંથી ગેસ બનાવવા માટેનો 'સ્ટેટ ઓફ ધ આર્ટ મોર્ડન ટેક્નોલોજી' સભર પ્લાન્ટ સ્થાપવા અંગે લેવાયો છે.
રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બનવાનું ગૌરવ
જો આ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ સફળતાપૂર્વક સાકાર થશે, તો આ પ્રકારની અત્યાધુનિક ટેક્નોલોજી ધરાવતો પ્લાન્ટ શરૂ કરનાર મોરબી ગુજરાત રાજ્યની પ્રથમ મહાનગરપાલિકા બનવાનું ગૌરવ મેળવશે. આનાથી શહેરમાં કચરાના નિકાલની સમસ્યા હલ થવાની સાથેસાથે પર્યાવરણને પણ મોટો ફાયદો થશે.સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પ્લાન્ટના ટેકનિકલ ડેમોન્સ્ટ્રેશન અને અન્ય તમામ બાબતો પર આગામી બેઠકમાં ગહન વિચાર-વિમર્શ કરવામાં આવશે, ત્યારબાદ તેના પર અંતિમ નિર્ણય લેવામાં આવશે. આ બેઠકમાં આગામી તહેવારો દરમિયાન શહેરમાં દીવાલો અને માર્ગો પર આકર્ષક લાઇટ-રોશની કરવા અંગે પણ ચર્ચા થઈ હતી.
