સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
Live TV
-
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે ત્રણ જિલ્લાઓના પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ભાવનગર અને પંચમહાલની મુલાકાત લઈને જનકલ્યાણ કાર્યો, લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કાર્યક્રમોમાં સહભાગી થશે.
મુખ્યમંત્રીના આજની મુલાકાતના મુખ્ય કાર્યક્રમો:
મુખ્યમંત્રી સવારે અમદાવાદ ખાતે કાંકરિયા સ્થિત પંડિત દિનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત દક્ષિણ, પૂર્વ, મધ્ય અને ઉત્તર ઝોનના સંયુક્ત સેવા સેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નાગરિકોની મુશ્કેલીઓ નિવારશે.
અમદાવાદ બાદ મુખ્યમંત્રી ભાવનગર જશે, જ્યાં તેઓ અંદાજે રૂ. 33 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન કલેક્ટર કચેરીનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, તેઓ શહેરના વિવિધ વિસ્તારોમાં રૂ. 100 કરોડથી વધુના ખર્ચે થનારા અન્ય વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરશે.
પ્રવાસના અંતિમ ચરણમાં મુખ્યમંત્રી પંચમહાલ ખાતે 'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત લગાવવામાં આવેલા વિવિધ સ્ટૉલ્સની મુલાકાત લેશે અને પર્યાવરણ સંવર્ધન માટે વૃક્ષારોપણ કાર્યક્રમમાં સહભાગી થશે.
