Skip to main content
Settings Settings for Dark

મોરબી : લીલાપરના ગ્રામજનો વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી લાભાન્વિત થયા

Live TV

X
  • સમગ્ર દેશની સાથે ગુજરાત રાજયમાં પણ સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતા વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત રથ પરિભ્રમણ કરી રહ્યા છે. જે અન્વયે મોરબીના લીલાપર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. 

    આ કાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા પંચાયત પ્રમુખ હંસા પારેઘી, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાની ઉપસ્થિતિમાં લોકોને સરકારની વિવિધ જન કલ્યાણકારી યોજનાઓથી ગ્રામજનોને લાભાન્વિત કરવામાં આવ્યા હતા. 

    આ કાર્યક્રમ અંતર્ગત 17 જેટલી યોજનાનો લાભ અને આ યોજનાઓનો મેળવવા અંગે યોજનાકીય માહિતી પણ પૂરી પાડવામાં આવી હતી.

    કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો તથા ગ્રામજનો વિકસિત ભારત માટેના શપથ લઈને દેશના વિકાસમાં વધુને વધુ પોતાનું યોગદાન આપવા સંકલ્પબદ્ધ થયાં હતાં. કાર્યક્રમ સ્થળે આંગણવાડી દ્વારા ઉભા કરાયેલા પોષણયુક્ત આહારનું નિદર્શન સ્ટોલ, આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્યની તપાસનો સ્ટોલ, ઉજ્જવલા યોજના, પશુપાલન વિભાગ, લીડ બેંક વગેરે વિભાગની યોજનાઓ અંગેના સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply