Skip to main content
Settings Settings for Dark

IIT ગાંધીનગર અને યુનિવર્સિટી ઑફ સાન ડિએગોએ શૈક્ષણિક અને સંશોધન સહયોગ માટે MoU સાઈન કર્યા

Live TV

X
  • ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન, ગાંધીનગર (IITGN) અને યુનિવર્સિટી ઑફ સાન ડિએગો, USA એ વિવિધ શૈક્ષણિક, સંશોધન, ક્ષમતા નિર્માણ, તાલીમ, અને ફેકલ્ટી/સ્ટાફ ડેવલપમેન્ટ પ્રવૃત્તિઓમાં સહયોગ માટે સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કર્યા છે.

    પ્રોફેસર ચેલ રોબર્ટ્સ, ડીન, શિલી-માર્કોસ સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ (SMSE), યુનિવર્સિટી ઑફ સાન ડિએગો, અને પ્રોફેસર એસ પી મેહરોત્રા, પ્રોફેસર-ઈન-ચાર્જ, એક્સટર્નલ રિલેશન્સ, IITGN, એ બંને સંસ્થાઓ વચ્ચે ફળદાયી અને ગતિશીલ ભાગીદારી માટે માર્ગ મોકળો કરવા IITGN કેમ્પસ ખાતે યુનિવર્સિટી ઑફ સાન ડિએગોના એકેડેમિક ડિરેક્ટર પ્રોફેસર જી બી સિંઘ અને IITGNના ડિરેક્ટર પ્રોફેસર રજત મૂનાની હાજરીમાં MoU પર હસ્તાક્ષર કર્યા અને તેનું આદાનપ્રદાન કર્યું.

    આ નવી ભાગીદારી સાથે, વૈશ્વિક શૈક્ષણિક અને સંશોધન શ્રેષ્ઠતાના સર્વોચ્ચ ધોરણો માટે પ્રતિબદ્ધ બંને સંસ્થાઓ સંયુક્ત ડબલ માસ્ટર પ્રોગ્રામ, બી ટેક અને માસ્ટર લેવલ પર ડ્યુઅલ ડિગ્રી પ્રોગ્રામ્સ, જેમાં માસ્ટર ઇન એન્જિનિયરિંગ મેનેજમેન્ટ અને લીડરશિપનો સમાવેશ થાય છે, આ કાર્ય શરૂ થશે અને સંયુક્ત એક્ઝિક્યુટિવ એજ્યુકેશન પ્રોગ્રામ્સ પણ પ્રદાન કરશે.

    વધુમાં, MoU ઇન્ક્યુબેશન, ઇનોવેશન, અને એન્ટરપ્રેન્યોરશિપ પ્રવૃત્તિઓના આદાન-પ્રદાનની; સંયુક્ત પરિસંવાદો, કાર્યશાળાઓ, અને પરિષદોના આયોજન; સ્ટાફ/ફેકલ્ટી ડેવલપમેન્ટ કાર્યક્રમો, ક્ષમતા નિર્માણ અને વિશેષ તાલીમ કાર્યક્રમોના અમલીકરણ; તથા વિદ્યાર્થીઓ અને સંશોધન વિદ્વાનોના દ્વિ-માર્ગીય આદાન-પ્રદાનની સુવિધા માટે શિક્ષણ શિબિરો અથવા ઇન્ટર્નશીપ માટે ટૂંકા ગાળાના વિદ્યાર્થી કાર્યક્રમોના અમલીકરણની સુવિધા પણ આપશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply