આજે ગુજરાતમાં કાતિલ ઠંડીનો ચમકારો, ગાંધીનગર સૌથી ઠંડુગાર શહેર બન્યું
Live TV
-
રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં આજે ગાંધીનગર સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. ગાંધીનગરમાં 8.4 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. જ્યારે દરવખત સૌથી ઠંડુગાર રહેતું નલિયામાં 9.8 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
અમદાવાદમાં 11.1 સેલ્સિયસ તાપમાન નોંધાયુ છે. તો વડોદરામાં 12 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. આ તરફ દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન યાત્રા પ્રભાવિત થઈ છે. જેમાં દિલ્હી આવતી 18 જેટલી ટ્રેન મોડી પડી છે. ગાઢ ધુમ્મસથી હવાઈયાત્રા પણ પ્રભાવિત થઈ છે.
તો રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે..પર્યટન સ્થળ માઉન્ટ આબૂમાં તાપમાનનો પારો માઈનસ 3 ડીગ્રી પહોંચી ગયો છે..આબૂમાં આવતા પ્રવાસીઓએ ઠંડીની મજા માણતા જોવા મળી રહ્યા છે..
