કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે ગુજરાતમાં વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે સહકારી સંસ્થાઓમાં આંતર-સહકારને મજબૂત કરવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કરશે. આ પ્રોજેક્ટનો હેતુ સહકારી સંસ્થાઓને તેમના બેંક ખાતા માત્ર સહકારી બેંકોમાં રાખવા માટે સમજાવવાનો છે. અમિત શાહ આ પ્રસંગે સહકારી ક્ષેત્રની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે.
ગુજરાત રાજ્ય સહકારી બેંક દ્વારા સૌપ્રથમ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં સહકાર સે સમૃદ્ધિના વિઝનને સાકાર કરવા માટે પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો હતો. બે જિલ્લામાં આ પ્રોજેક્ટની સફળતા બાદ આજે દેશભરમાં તેને લોન્ચ કરવામાં આવશે.
આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે બનાસ ડેરીના અનેક નવા પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કરવામાં આવશે. તેમાં બનાસકાંઠા ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, અત્યાધુનિક આટા પ્લાન્ટ, બનાસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર પ્રોડક્ટ્સ, અમૂલ ઓર્ગેનિક્સ અને ગાયના છાણમાંથી હાઇડ્રોજન ઉત્પાદન ટ્રાયલનો સમાવેશ થાય છે. કેન્દ્રીય મંત્રી અમિત શાહની હાજરીમાં બનાસ ડેરી આજથી પશુપાલકોને શૂન્ય-વ્યાજ ક્રેડિટ કાર્ડ પણ આપશે.
બાદમાં અમિત શાહ ગાંધીનગરમાં રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ સંબંધિત વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે અને રાષ્ટ્રને સમર્પિત કરશે
