Skip to main content
Settings Settings for Dark

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નેતાઓ અને કાર્યકરો સાથે પતંગ ઉડાવી મકરસંક્રાંતિની કરી ઉજવણી

Live TV

X
  • રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી, અમદાવાદનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું

    બુધવારે રાજ્યભરમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સવારથી લોકો ધાબા પર પહોંચી પતંગ ચગાવવામાં વ્યસ્ત બન્યા હતા. સંગીતના વિવિધ વાદ્યોના ઘોંઘાટ વચ્ચે સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી ઢંકાઈ ગયું હતું. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પણ અમદાવાદના વેજલપુરમાં પરંપરાગત તહેવારની મજા માણી અને નેતાઓ અને કાર્યકરો સાથે પતંગ ઉડાવી.

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રવિવારે અમદાવાદના વેજપુરમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. શાહે વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિત ભાજપના કાર્યકરો સાથે પતંગ ઉડાવી હતી. વહેલી સવારે કેન્દ્રીય મંત્રી શાહે જમાલપુર વિસ્તારમાં જગન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત સાંજે 4 કલાકે ગાંધીનગર ઉત્તર વિધાનસભા મત વિસ્તારના કાર્યકરો સાથે કેન્દ્રીય મંત્રીનો પતંગ ઉડાવવાનો કાર્યક્રમ છે.

    સાંજે 5 વાગ્યે તેઓ અમદાવાદના સાબરમતી વિધાનસભા ક્ષેત્રના ચાંદલોઢીયા ખાતે કાર્યકરો સાથે પતંગબાજીમાં પણ ભાગ લેશે. આ પછી શાહ 15 જાન્યુઆરીએ દિયોદર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમ બનાસ ડેરી સંકુલમાં પશુપાલકો અને ખેડૂતોની હાજરીમાં યોજાશે. આ ઉપરાંત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પણ સુરતમાં તેમના ઘરની છત પર પતંગ ઉડાવી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
apply