Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના ધોળાકુવા ખાતે ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સફાઈ કરી અભિયાનનો પ્રારંભ કરાવ્યો

Live TV

X
  • શ્રી રામના અભિષેક પહેલા તમામ મંદિરો અને ધર્મસ્થળોની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા સાથે મંદિરોને સજ્જ કરવામાં આવી રહ્યા છે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર દેશભરના ધાર્મિક સ્થળોએ આજથી 22 જાન્યુઆરી સુધીના બૃહદ સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ થયો છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગરના ધોળાકુવાથી સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાદેવ મંદિરમાં સફાઈ કરી આ અભિયાનમાં સહભાગી થયા હતા. આ અભિયાન અંતર્ગત રાજ્યમાં 400થી વધુ ધાર્મિક સ્થાનો પર સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર,ગાંધીનગરના મેયર હિતેશ મકવાણા, ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ સહિત મહાનુભવો ઉપસ્થિત રહ્યાં હતાં.

    22 જાન્યુઆરીએ ભગવાન શ્રી રામના અભિષેક પહેલા અયોધ્યામાં 14 થી 22 જાન્યુઆરી સુધી સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તમામ મંદિરો અને ધર્મસ્થળોની આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા સાથે મંદિરોને સજ્જ કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ રાજ્યના તમામ નાના-મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિવારે મકરસંક્રાંતિના દિવસે સવારે ગાંધીનગર નજીક આવેલા ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ કરીને આ રાજ્યવ્યાપી અભિયાનમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રીએ મંદિર પરિસરની સફાઈ કરી અને ધોળેશ્વર મહાદેવ મંદિરમાં ભગવાન શિવના દર્શન કર્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply