યુક્રેનમાં ફસાયેલા મહેસાણાના વિદ્યાર્થીઓના માતા-પિતાને જિલ્લા કલેક્ટરે આશ્વાસન આપ્યું
Live TV
-
રશિયા- યુક્રેન યુદ્ધ શરૂ થતાં મહેસાણા જિલ્લાના યુક્રેનમાં ફસાયેલા જિલ્લાના વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીઓએ સંપર્ક કરી આશ્વાસન જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ પુરૂ પાડ્યું હતુ. પ્રાંત અધિકારી અને નાયબ કલેકટર સહિત જિલ્લાના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓના માતા-પિતાને મળીને ત્યાંની પરિસ્થિતિ તથા સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયાસોથી વાકેફ કર્યા હતા.આ ઉપરાંત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સતત આ બાબતે ફોલોઅપ થઈ રહ્યું છે તેની જાણકારી આપી હતી. અઘિકારીઓ દ્વારા વાલીઓને સરકાર દ્વારા થઈ રહેલા પ્રયાસોથી અવગત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં ફસાયેલા શિવમ કમલેશભાઈ નાયક, જાદવ મિત દેવાન, હેતુલ કિશનભાઈ પરીખ, મિમિત હિતેશકુમાર મોદી, ભૂમિકા મુનેશપુરી ગોસ્વામી, ધ્રુવી હિતેશકુમાર પટેલ,તીર્થ વિપુલકુમાર પટેલ, પાનેરી અશ્વિનકુમાર પટેલ, દિયા ચેતનકુમાર પટેલ સહિત યુક્રેનમાં ફસાયેલાવિદ્યાર્થીઓના ઘરે જઈ અધિકારીઓએ રૂબરૂ મુલાકાત કરી આશ્વાસન આપ્યું હતુ. વધુમાં જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ યુક્રેન માં ફસાયેલા જિલ્લાના તમામ વિદ્યાર્થીઓના વાલીઓનો અધિકારીઓ દ્વારા સંપર્ક કરવામાં આવનાર છે.યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની હાલના લોકેશનની માહિતી એકત્રિત કરવા સરકાર દ્વારા ઓનલાઈન ફોર્મ તૈયાર કરેલ છે .આ માહિતીથી લોકેશન ટ્રેસ કરી તેમને સરળતા રહે તે બાબતની માહિતી આપી ઓનલાઇન લીન્ક https://qfreeaccountssjc1.az1.qualtrics.com/jfe/form/SV_aXLe6wsnbeEExsq શેર કરવા જણાવાયું છે.
