યુનેસ્કો દ્વારા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે જાહેર કરાતા રાજ્યભરમાં કરાઈ ઉજવણી
Live TV
-
યુનેસ્કો દ્વારા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે જાહેર કરાતા રાજ્યભરમાં કરાઈ ઉજવણી
યુનેસ્કો દ્વારા ગુજરાતનું ગૌરવ અને સાંસ્કૃતિક વિરાસત સમા ગરબાને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે જાહેરાત કરાઈ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગરબાને વૈશ્વિક સ્વીકૃતિ બદલ ગુજરાતીઓને અભિનંદન આપ્યા છે. તો અમદાવાદ, પાવાગઢ, અંબાજી અને બહુચરાજી ખાતે પરંપરાગત ગરબા સાથે વિશિષ્ટ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા આ ઐતિહાસિક સિદ્ધિની ઉજવણી કરાઈ.
બનાસકાંઠાના યાત્રાધામ અંબાજી ખાતે માતાજીના ચાચરચોકમાં રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત ગરબાનું ભવ્ય કાર્યક્રમ યોજી જે ગરબા ને 'અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર' તરીકે સમાવેશ કરાયો છે તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. તો મહિસાગરના લુણાવાડા ખાતે પણ ગરબા ઓફ ગુજરાત કાર્યક્રમ યોજાયો હતો. બોટાદની આદર્શ સ્કૂલ ખાતે પણ ગુજરાતનો ગરબો કાર્યક્રમ યોજાયો. જેમાં વિવિધ ગરબા મંડળો દ્વારા ગરબા કૃતિઓ રજૂ કરવામાં આવી. તો મહેસાણાના બેચરાજી શક્તિપીઠમાં "ગરબા ઓફ ગુજરાત "કાર્યક્રમ ઉત્સાભેર ઉજવાયો. આ પ્રસંગે યુનેસ્કો દ્રારા બોત્સ્વાના પ્રજાસત્તાક પર્વ ખાતેથી ગરબા વર્લ્ડ હેરિટેજ નામાંકનનું સૌએ જીવંત પ્રસારણ માણ્યું.
