Skip to main content
Settings Settings for Dark

પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટના ભાગરુપે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023નું આયોજન

Live TV

X
  • પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટના ભાગરુપે સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023નું આયોજન

    જાન્યુઆરી 2024માં ગુજરાતની 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન થવા જઈ રહ્યુ છે. તે પૂર્વે આજે પ્રિ-વાઈબ્રન્ટ ઈવેન્ટના ભાગરુપે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટાર્ટઅપ કોન્ક્લેવ 2023નું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ક્લેવમાં દેશભરમાંથી યુનિકોર્ન સ્ટાર્ટઅપ્સ, વેન્ટર કેપિટલિસ્ટ અને ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિઓ જોડાયા. સ્ટાર્ટઅપ કોન્કલેવમાં સ્ટાર્ટઅપ્સને વધુ સરળ અને અનૂકુળ વાતાવરણ પુરૂ પાડવાના હેતુથી નિયમનકારી સુધારા, કરવેરા પ્રોત્સાહનો અને અનુપાલન સંદર્ભે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ એન્હાન્સમેન્ટ પર વધુ ભાર મૂકવામાં આવ્યો. ગુજરાતમાં વેન્ચર કેપિટલ અને પ્રાઇવેટ ઇક્વિટી રોકાણની સ્થિતિની સમીક્ષા તેમજ ગુજરાતમાં વધુ રોકાણ આકર્ષવાની તકોની ચર્ચા સંદર્ભે ઇન્વેસ્ટમેન્ટ લેન્ડસ્કેપ જેવા વિષયો પર પણ વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply