યુવા ઉદ્યમીઓના સાહસે સતત બીજા વર્ષે ગુજરાતને બનાવ્યું નંબર વન સ્ટાર્ટઅપ હબ
Live TV
-
નવી દિલ્હી ખાતે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યોના સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ રેંકિંગના બીજા સંસ્કરણને આજે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2019ના સ્ટાર્ટ અપ રેંકિંગમાં ગુજરાત અને કેન્દ્ર શાસિત પ્રદેશ અંદમાન નિકોબારે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. સ્ટાર્ટ અપ રેંકિંગમાં ગુજરાત ફરી એક વખત ટોપ પર રહ્યું છે. જેમાં કારોબાર કરવામાં સરળતા, ઉત્પાદનમાં વધારો અને ટેકનોલોજીના ઉપયોગમાં ગુજરાતે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. આ અવસરે ઉપસ્થિત કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે, કોવિડ સંકટના સમયે ભારતીય સ્ટાર્ટ અપ શાનદાર વિચારો અને દેશ-વિદેશની સમક્ષ અનેક સમસ્યાઓનાં સમાધાન માટે આગળ આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, ગ્રોસરીની ડિલીવરી અને લોકોની આવશ્યક જરૂરિયાતો પૂર્ણ કરવા માટે અનેક સ્ટાર્ટ અપ નવા નવા વિચારો સાથે આગળ આવ્યા છે. તો ડિજીટલ અર્થવ્યવસ્થા અને ઈ-કોમર્સને પણ જુદી જુદી રીતે પ્રોત્સાહન આપવાના નવા વિચારો પણ રજૂ કરવામાં આવ્યા છે. તો કેન્દ્રીય મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું કે, યુવાનો આજે નોકરીનું સર્જન કરવામાં વિશ્વાસ રાખે છે. દેશભરના 586 જિલ્લાઓમાં સ્ટાર્ટ અપ ઇન્ડિયા અભિયાન ચાલી રહ્યું છે.
