રાજ્યમાં 24 કલાકમાં કુલ 1 હજાર 344 કેસ નોંધાયા
Live TV
-
સુરતમાં 275, અમદાવાદમાં 174, વડોદરામાં 132, રાજકોટમાં 150, જામનગરમાં 116, ભાવનગરમાં 45, ગાંધીનગરમાં 40 કેસ નોંધાયા
રાજ્યમાં ગઇકાલે કોરોના સંક્રમણના નવા 1344 દર્દીઓ નોંધાયા છે. અને 16 લોકોનાં મૃત્યુ થયા છે. તો 1240 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાં 275, અમદાવાદમાં 174, વડોદરામાં 132, રાજકોટમાં 150, જામનગરમાં 116, ભાવનગરમાં 45, ગાંધીનગરમાં 40, પાટણમાં 30, મોરબી અને પંચમહાલમાં 29-29, જૂનાગઢમાં 35, અમરેલીમાં 26, ભરૂચ અને કચ્છમાં 25-25, મહેસાણામાં 24, , દાહોદમાં 20, બનાસકાંઠામાં 18 અને આણંદમાં 16 કેસ નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રિકવરી રેટ 82.43 રહ્યો છે.તો સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે નવા 16 કેસ નોંધાયા છે. જે સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાઓમાં નોંધાયા છે. જ્યારે શુક્રવારે સુરેન્દ્રનગરમાં 32 કેસ નોંધાયા હતા. જ્યારે રાજકોટના એડીશનલ કલેક્ટર મેહુલ દવે તેમજ તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પણ પોટીઝીવ આવ્યો છે. બોટાદના DySp રાજદીપસિંહ નકુમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
