Skip to main content
Settings Settings for Dark

યુ-વિન કાર્ડ ધરાવતા અસંગઠિત ક્ષેત્રના શ્રમિકોને પણ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ મળશે

Live TV

X
  • ગુજરાત સરકારે શ્રમિકો માટે કર્યો મહત્વપૂર્ણ નિર્ણય

    યુ-વિન કાર્ડ ધરાવતા અસંગઠિત ક્ષેત્રનાશ્રમિકોને પણ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો લાભ આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.જે મુજબ રાજયના ૬ લાખથી વધુ યુ-વિન કાર્ડધારક શ્રમિકોને માત્ર રૂ. ૧૦માં ભરપેટભોજનનો લાભ મળશે.મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.શ્રમિક નોંધાયેલા ન હોય કે યુ-વિન કાર્ડ ધરાવતા ન હોય તેવા અસંગઠિત ક્ષેત્રનાશ્રમિકોને પણ હંગામી ઓળખ કાર્ડ આપીને ૬૦ દિવસ સુધી ભોજનનો લાભ આપવાનો નિર્ણય પણ આબેઠકમાં કરવામાં આવ્યો. આ બેઠકમાં  શ્રમરોજગાર મંત્રી દિલીપકુમાર ઠાકોર તથા અધિક મુખ્ય સચિવ  વિપુલ મિત્રા અને શ્રમ વિભાગ તેમજ બાંધકામશ્રમયોગી બોર્ડના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, ૨૦૧૭થી અમલમાં મૂકાયેલી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ૧૨ જિલ્લાઓના૩૬ શહેરોના ૧૧૯ કડિયા નાકાઓ ઉપર જે ભોજન વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે ત્યાંઅત્યારસુધીમાં ૫૪ કરોડના રૂપિયાના ખર્ચે ૧૦૯.૩૦ લાખ ભોજન વિતરણ થયું છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply