Skip to main content
Settings Settings for Dark

રથયાત્રા પૂર્વે મુસ્લિમ સમાજે ભગવાન જગન્નાથજીને અર્પણ કર્યો 'એકતા રથ'

Live TV

X
  • અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રાના આયોજનને લઈને સમગ્ર અમદાવાદમાં ભક્તિમય માહોલ છવાયો છે. આ રથયાત્રામાં શાંતિ, સૌહાર્દ અને એકતાનું પ્રતીક બની રહે તે માટે મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીને 'એકતા રથ' અર્પણ કરવામાં આવ્યો છે.

    અમદાવાદ: ભગવાન જગન્નાથજીની ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રાના આયોજનને લઈને સમગ્ર અમદાવાદમાં ભક્તિમય માહોલ છવાયો છે. આ રથયાત્રામાં શાંતિ, સૌહાર્દ અને એકતાનું પ્રતીક બની રહે તે માટે મુસ્લિમ સમાજ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભગવાન જગન્નાથજીને 'એકતા રથ' અર્પણ કરવામાં આવ્યો છે.

    આસ્થા અને કલાનું અદભૂત મિલન આ વિશેષ એકતા રથ રૌફ બંગાલી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. આ વર્ષે તેમાં એક વિશેષ આકર્ષણ ઉમેરવામાં આવ્યું છે: પ્રથમ વખત ચાંદીના રથ પર સોનાની વરખ ચઢાવવામાં આવી છે. અંદાજે ૩૦૦ ગ્રામ ચાંદી અને ૫ ગ્રામ સોનાની વરખનો ઉપયોગ કરીને તૈયાર કરાયેલો આ રથ ભક્તિ અને આસ્થાની પ્રતીતિ કરાવે છે. ૧૫ દિવસની સતત મહેનત બાદ તૈયાર થયેલા આ રથમાં ત્રણ ઘોડાઓનું પણ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે.

    ભાઈચારાની વર્ષો જૂની પરંપરા ગુજરાતમાં ભૂતકાળમાં સર્જાયેલી કોમી અશાંતિના સમય બાદ સમાજમાં ભાઈચારો અને એકતાનું વાતાવરણ કાયમ રહે તે માટે રૌફ બંગાલીએ 'એકતા રથ' અર્પણ કરવાની પરંપરા શરૂ કરી હતી, જે આજે પણ અવિરત ચાલુ છે. રૌફ બંગાલીએ જણાવ્યું હતું કે, "આજની યુવા પેઢીએ સંઘર્ષનો સમય જોયો નથી, તેથી તેમને સામાજિક એકતા અને સૌહાર્દનું મહત્વ સમજાવવું જરૂરી છે."

    આ સાથે જ તેમણે આગામી વર્ષે ભગવાન જગન્નાથજીની ૧૫૦મી રથયાત્રા નિમિત્તે આનાથી પણ વધુ ભવ્ય અને વિશેષ રથ તૈયાર કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. રથયાત્રામાં આ 'એકતા રથ' અમદાવાદના કોમી સૌહાર્દ અને ભાઈચારાના જીવંત ઉદાહરણ તરીકે રજૂ થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply