Skip to main content
Settings Settings for Dark

સુરતના પૂરમાં 45 લાખનું નુકસાન વેઠનાર વેપારી મિત્રની વહારે આવ્યા બે દોસ્ત

Live TV

X
  • સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કહેર વચ્ચે મિત્રતાના એક એવા દ્રશ્યો જોવા મળ્યા, જેણે સૌ કોઈના હૃદય જીતી લીધા છે. વરાછાના પોદ્દાર આર્કેડમાં મોબાઈલ એસેસરીઝના મોટા વેપારી સંદિપ ભંડેરીના ગોડાઉનમાં પૂરના પાણી ઘૂસી જતાં અંદાજે ૪૫ લાખ રૂપિયાનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આવા કપરા સમયે ૨૫ વર્ષ જૂની સ્કૂલના બે મિત્રોએ દોડી આવીને જે મદદ કરી, તે મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

    સુરતમાં તાજેતરમાં આવેલા ભારે વરસાદ અને ખાડીપૂરના કહેર વચ્ચે મિત્રતાના એક એવા દ્રશ્યો જોવા મળ્યા, જેણે સૌ કોઈના હૃદય જીતી લીધા છે. વરાછાના પોદ્દાર આર્કેડમાં મોબાઈલ એસેસરીઝના મોટા વેપારી સંદિપ ભંડેરીના ગોડાઉનમાં પૂરના પાણી ઘૂસી જતાં અંદાજે ૪૫ લાખ રૂપિયાનો માલ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આવા કપરા સમયે ૨૫ વર્ષ જૂની સ્કૂલના બે મિત્રોએ દોડી આવીને જે મદદ કરી, તે મિત્રતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

    45 લાખનું નુકસાન અને અચાનક આવેલી આફત વેપારી સંદિપ ભંડેરીએ દુઃખ સાથે જણાવ્યું હતું કે, "ગોડાઉનમાં મોબાઈલ એસેસરીઝ, સ્માર્ટ વોચ, ઈયર બડ્સ, રમકડાં અને બાળકોની સાઈકલ સહિતનો લાખોનો માલ ભરેલો હતો. પૂરે બધું જ નષ્ટ કરી દીધું છે. 40થી 45૫ લાખનું આર્થિક નુકસાન થતા હું ભાંગી પડ્યો હતો."

    "મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે કેવી રીતે ન જવાય?" આવી ગંભીર સ્થિતિમાં પણ તેમની મિત્રતા અકબંધ રહી. સંદિપના સ્કૂલના મિત્રો મનોજ ક્યાડા અને અલ્પેશ માલાણીને જ્યારે આ જાણ થઈ, ત્યારે તેઓ સ્થળ પર પહોંચી ગયા હતા. મનોજ ક્યાડાએ જણાવ્યું હતું કે, "અમે નવચેતન સ્કૂલમાં સાથે ભણતા હતા. મેં સંદિપને ફોન કર્યો ત્યારે તેણે આવવાની ના પાડી હતી, પરંતુ મિત્ર મુશ્કેલીમાં હોય ત્યારે કેવી રીતે ન જવાય? અમે અલ્પેશ સાથે મળીને તાત્કાલિક 10 લાખ રૂપિયા રોકડા લઈને તેની પાસે પહોંચ્યા હતા. અમને જોઈને સંદિપ ભાવુક થઈ ગયો હતો. જો ખરા સમયે મિત્રના કામ ન આવીએ, તો આવી ૨૫ વર્ષની મિત્રતાનો શું અર્થ?"

    ૨૫ વર્ષનો અતૂટ નાતો સંદિપ ભંડેરી, મનોજ ક્યાડા અને અલ્પેશ માલાણીની મિત્રતા ૨૫ વર્ષ જૂની છે. સમય બદલાયો, ત્રણેય મિત્રો પોતપોતાના વ્યવસાયમાં આગળ વધ્યા, પરંતુ જે સ્કૂલના સમયમાં બંધાયેલો મિત્રતાનો સંબંધ હતો તે આજે પણ એટલો જ મજબૂત છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સાચો મિત્ર એ જ છે જે મુસીબતના સમયે કઈ પણ વિચાર્યા વગર પડખે ઉભો રહે છે.

    સુરતના આ મિત્રોએ માત્ર આર્થિક મદદ જ નથી કરી, પરંતુ આજના સ્વાર્થી યુગમાં મિત્રતાની નવી પરિભાષા લખી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-07-2026 Max Temp : °C Min Temp : °C
apply