Skip to main content
Settings Settings for Dark

રાજકોટઃ થેલેસેમિયા દર્દીઓને લોહી ચડાવવા ખાસ વ્યવસ્થા

Live TV

X
  • થેલેસેમિયા પીડિત દર્દીને નિયમિત સમયાંતરે લોહી ચડાવવું પડતું હોય છે. પ્રવર્તમાન સમયમાં કોવિડ-૧૯ મહામારીના પગલે સંક્રમણના ભયના કારણે થેલેસેમિયા પીડીત દર્દીઓને લોહી ચડાવવાની સારવાર આપવાની સવલત અનેક સેવાકીય હોસ્પિટલ દ્વારા બંધ કરવામાં આવી હતી. જેના લીધે અનેક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી હતી.

    થેલેસેમિયા પીડિત દર્દીને નિયમિત સમયાંતરે લોહી ચડાવવું પડતું હોય છે. પ્રવર્તમાન સમયમાં કોવિડ-૧૯ મહામારીના પગલે સંક્રમણના ભયના કારણે થેલેસેમિયા પીડીત દર્દીઓને લોહી ચડાવવાની સારવાર આપવાની સવલત અનેક સેવાકીય હોસ્પિટલ દ્વારા બંધ કરવામાં આવી હતી. જેના લીધે અનેક દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડતી હતી.

    આ સારવાર સામાન્ય લોકોને આર્થિક રીતે પરવડે તેમ ન હોવાથી કલેક્ટર રેમ્યા મોહનની સૂચનાથી રાજકોટ જિલ્લાના થેલેસેમિયા પીડિત દર્દીઓને લોહી ચડાવવા માટે સિવિલ હોસ્પિટલમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આમ, અનેક જરૂરિયાતમંદ દર્દીઓ અને તેમના પરિવારજનોને મોટી રાહત મળી છે.
    રાજકોટમાં જિલ્લામાં ૫૦૦ થી ૭૦૦ જેટલા થેલેસેમિયાથી પીડિત બાળકો છે. આ બાળકોને મહિનામાં બે-ત્રણ વાર લોહી ચડાવવું પડતું હોય છે. ત્યારે કોરોના મહામારીમાં સંક્રમણના ભય લીધે અનેક ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલોમાં લોહી ચડાવવાની સારવાર બંધ કરવામાં આવી હતી. જેથી ગરીબ-મધ્યમ વર્ગના પરિવારને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પરવડતી નહી.

    આ સ્થિતિમાં કલેક્ટર રેમ્યા મોહનને થેલેસિમિયા પીડિત બાળકો માટે સંવેદના દાખવી સિવિલ હોસ્પિટલમાં વ્યવસ્થા કરવા રજૂઆત કરવામાં આવી હતી. જેને ગ્રાહ્ય રાખી જિલ્લાના તમામ થેલેસિમયાથી પીડિત બાળકો માટે લોહી ચડાવવાની વ્યવસ્થા કરવામા આવી છે. કલેક્ટરશ્રી રેમ્યા મોહનના આ નિર્ણયથી બાળકોના વાલીઓએ કલેક્ટરશ્રીનો આભાર વ્યક્ત કર્યો છે.

    સિવિલ હોસ્પિટલમાં દરરોજ થેલેસેમિયા પીડિત ૨૦ થી ૩૦ બાળકોને લોહી ચવાવવામાં આવે છે. બ્લડ ટ્રાન્સફ્યુઝનમાં ૪ થી ૫ કલાક જેટલો સમય લાગે છે. આ દરમિયાન સામાન્ય રીતે કોઈ તકલીફ તો પડતી નથી. તેમ છતાં આ પ્રક્રિયા દરમિયાન બાળકોની સતત દેખરેખ રાખવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply