રાજ્યની ખાનગી લેબોરેટરીઓને કોરોના રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજુરી અપાઈ
Live TV
-
કોરોના મહામારીમાં લોકોને ઝડપથી સારવાર મળી રહે તેના માટે કોરોના ટેસ્ટ કરવો ખુબ જરુરી છે. હાલ ઝડપતી પરિણામ આપતો કોવિડ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ બહુ પ્રચલિત બન્યો છે. જેને લઈને રાજ્યમાં યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને, કોવીડ -19 માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજુરી આપવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

રાજયમાં હાલના તબક્કે વિવિધ લેબોરેટરીઓને RTPCR ટેસ્ટ માટે રાજ્ય કક્ષાએથી માન્યતા આપવામાં આવેલ છે.વિવિધ ખાનગી લેબોરેટરીઓ તરફથી રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે રાજ્ય સરકાર પાસે મંજુરી માંગવામાં આવેલ હતી. જે અન્વયે રાજ્યમાં વિવિધ શરતોને આધિન યોગ્યતા ધરાવતી લેબોરેટરીઓને કોવીડ -19 માટેનો રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે મંજુરી આપવામા આવી છે.
લેબોરેટરીએ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરવા માટે જે તે જિલ્લા કે કોર્પોરેશનના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી પાસે મંજુરી મેળવવાની રહેશે. મંજુરી મેળવ્યા બાદ જ જે તે લેબોરેટરી રેપીડ એન્ટીબોડી ટેસ્ટ કરી શકશે.
આ રેપીડ એન્ટીબોડી ટેસ્ટ માટેના દર પણ નક્કી કરવામા આવ્યા છે, જેમા ELSIA ફોર એન્ટીબોડી ટેસ્ટ દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 450 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 550નો દર નક્કી કરાયો છે. CLIA ફોર એન્ટીબોડી ટેસ્ટ માટે દર્દી લેબોરેટરીમાં જઈને ટેસ્ટ કરાવે તો રૂપિયા 500 અને દર્દીના ઘરે કે હોસ્પિટલમા જઈ સેમ્પલ કલેકટ કરે તો રૂપિયા 600ના દરો નક્કી કરાયા છે. આ દરમાં તમામ પ્રકારના ચાર્જનો સમાવેશ થાય છે જેથી આ દર્શાવેલા ચાર્જ ઉપરાંત કોઈપણ પ્રકારનો વધારાનો ચાર્જ લઇ શકાશે નહિ અને જો કોઈ લેબોરેટરી વધારાનો ચાર્જ લેશે તો તેની માન્યતા રદ થશે.