Skip to main content
Settings Settings for Dark

આવતીકાલથી ભરાશે વિધાનસભા પેટા ચૂંટણીના ફોર્મ

Live TV

X
  • આગામી 3 નવેમ્બરના રોજ રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીઓ યોજનારા છે. જેને લઈને આ આઠ બેઠકો માટે 9 ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે.

    આગામી 3 નવેમ્બરના રોજ રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠકો માટેની પેટા ચૂંટણીઓ યોજનારા છે. જેને લઈને આ આઠ બેઠકો માટે 9 ઓક્ટોબરથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થશે. આ અંગે વિગતો આપતા રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર એસ. મુરલી ક્રિષ્ણાએ આજે જણાવ્યું કે દેશમાં ચાલી રહેલ કોરોના મહામારીના કારણે વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો માટે ફોર્મ ભરવાની ઓનલાઈન સુવિધા પણ ઉભી કરાઈ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઈન નોમિનેશનની આ વધારાની સુવિધા www.suvidha.eci.gov.in પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ વેબસાઈટ પર જે-તે ઉમેદવારો પોતાના ઉમેદવારી પત્રો ભરી શકશે. એટલું જ નહીં, ઉમેદવારી પત્રક સાથે એફિડેવિટ પણ ઓનલાઈન ભરી શકશે.

    ફોર્મ ભરવાની આ ઓનલાઈન વ્યવસ્થામાં ઉમેદવારને ત્રણ તારીખના વિકલ્પ આપવામાં આવશે જેમાંથી કોઈપણ એક તારીખે ઉમેદવારે રિટર્નિંગ ઓફિસર પાસે ઓનલાઈન ભરેલા ફોર્મની પ્રિન્ટ આઉટમાં સહી કરી રૂબરૂ રજૂ કરવાની રહેશે. રાજ્યની પેટાચૂંટણીમાં 80 વર્ષ કે તેથી વધુ વયના સિનિયર સિટીઝન તથા દિવ્યાંગ મતદારો મતદાન કરી શકે તે માટે ભારતનાં ચૂંટણી પંચે ખાસ વ્યવસ્થા ગોઠવી છે. નાગરિકો મત આપવાના અધિકારથી વંચિત રહી ન જાય તેનું ચૂંટણી પંચ દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply