રાજકોટમાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાશે
Live TV
-
પરેડની તૈયારીઓ આજથી શરૂ, 26 જાન્યુઆરીએ હોમગાર્ડસ, બોર્ડર વિંગ હોમગાર્ડ્ઝ તથા ગામ રક્ષક દળના 50 જવાનોનું રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે ચંદ્રક આપી કરાશે સન્માન
રાજકોટ શહેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે, રંગારંગ કાર્યક્રમો ગઈકાલથી શરૂ થયા છે. આવતીકાલે રાજ્યપાલ અને મુખ્યમંત્રીના હસ્તે હોમગાર્ડસ, બોડર વિંગ હોમગાર્ડ્ઝ તથા ગામ રક્ષક દળના 50 જવાનોનું , ચંદ્રક આપી સન્માન કરાશે. ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રેસકોર્સ ગાર્ડનમાંFlower Show નું ઉદ્ઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ આ Flower Showની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં રેસકોર્સ રોડ ખાતે , કાયમી ડિઝાઈન વાળી ,આકર્ષિત લાઈટોનું લોકાર્પણ કર્યુ હતુ. આ Flower Show , 26 જાન્યુઆરી સુધી સમગ્ર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. આ Flower Show માં કુલ 2 લાખ જેટલા ફૂલોનો ઉપયોગ કરી, ખૂબ જ આકર્ષિતઅને વિવિધ સામાજિક મેસેજ સાથે , અહીં અલગ અલગ વિભાગો બનાવવામાં આવ્યા છે. આ Flower Show માં આશરે 30 લાખની કિંમતના, 2 લાખ જેટલા અલગ અલગ પ્રકારના ટેબ્લો બનાવવામા આવ્યા છે. આ વર્ષે રેસકોર્સ ગાર્ડન ખાતે યોજવામાં આવેલ Flower Showમાં , રેંટિયો કાંટતા મહાત્મા ગાંધીની કૃતિ , મીઠાના સત્યાગ્રહ , દાંડીકુચ , ગાંધીજીના આફ્રિકા પ્રવાસના સ્કલ્પચર , રમત ગમતના સાધનો , પર્યાવરણ ને લગતા ટેબલો, અને સાથે સાથે આ વર્ષે, ઉડતા હનુમાનજી ની પ્રતિમા, ખાસ મુકવામાં આવી છે, જે પણ આકર્ષણ નું કેન્દ્ર બની રહ્યું
