સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જોવા આવતા પ્રવાસીઓની સગવડતા માટે મોબાઈલ એપ્લીકેશન કરાઈ લોન્ચ
Live TV
-
સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રસિધ્ધી દિવસે ને દિવસે વધી રહી છે ત્યારે રાજય સરકારે પ્રવાસીઓને સરળતા રહે તે માટે મોબાઈલ એપ્લીકેશન શરુ કરી છે.જે એપ્લીકેશનથી પ્રવાસીઓ પોતાની ટીકીટ્સ ઓનલાઈન બુક કરાવી શકશે અને તેની પ્રિન્ટ કાઢયા વગર ક્યુ આર કોડની મદદ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ની મુલાકાત લઈ શકશે. કોઈપણ એન્ડ્રોઈડ મોબાઈલમાં આ એપ્લીકેશન ડાઊનલોડ કરી શકાય છે.અને ત્યાર બાદ પ્રવાસીને જે તારીખે જવુ હોય તે બુક કરાવ્યા બાદ ક્યુ આર કોડની મદદથી ટીકીટની પ્રિન્ટ કાઢ્યા વગર તેમજ લાંબી લાઈન માં ઊભા રહ્યા વગર સ્ટેચ્યુ ઓફ યુનિટી જોઈ શકાશે.
