રાજકોટમાં સતત ત્રીજા વર્ષે એકવા યોગનું આયોજન
Live TV
-
5 સ્વિમિંગ પુલમાં 1000 મહિલાઓ પાણીમાં એકવા યોગ કરશે
આવતીકાલે 21 જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આવતીકાલે સમગ્ર દેશમાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરાશે. જેમાં રાજકોટમાં મુખ્ય 5 મેદાન સહિત બાગ બગીચા, શાળા-કોલેજ, ગાંધી મ્યુઝિયમ સહિત અનેક જગ્યા પર એક લાખથી વધુ લોકો 'કેર ઓફ હાર્ટ'ની થીમ પર યોગ દિવસની ઉજવણી કરશે. ત્યારે કાલે રાજકોટમાં સતત ત્રીજા વર્ષે એકવા યોગનું આયોજન કરાયું છે. જેમાં એક સાથે 5 સ્વિમિંગ પુલમાં 1000 મહિલાઓ પાણીમાં એકવા યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરશે. જેમાં 5 વર્ષની બાળકીથી લઇ 90 વર્ષની ઉંમરના વૃદ્ધા સહિતની મહિલાઓ ભાગ લઇ અનોખી ઉજવણી કરશે.
