Skip to main content
Settings Settings for Dark

રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર: શહેરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

Live TV

X
  • રાજકોટવાસીઓ માટે રાહતના સમાચાર: શહેરમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

    રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઇંધણની અછતને લઈને ચાલી રહેલી ચર્ચાઓ અને ચિંતા વચ્ચે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરની પેટ્રોલ, ડીઝલ અને ગેસની પ્રવર્તમાન સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે ઉચ્ચ અધિકારીઓની એક મહત્વની બેઠક યોજાઈ હતી.

    તંત્રની સ્પષ્ટતા: ગભરાવાની જરૂર નથી

    બેઠક બાદ સમગ્ર પરિસ્થિતિ અંગે માહિતી આપતા જિલ્લા પુરવઠા અધિકારી એ. એસ. ઝાપડાએ જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોએ પુરવઠાને લઈને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. જિલ્લામાં પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી, જરૂરિયાત મુજબનો સ્ટોક જળવાઈ રહ્યો છે. ગુજરાત ગેસ દ્વારા પાઇપલાઇન મારફતે અવિરત ગેસ સપ્લાય કરવામાં આવી રહ્યો છે, જેથી રસોઈ ગેસની પણ કોઈ સમસ્યા નથી. પુરવઠા અધિકારીએ નાગરિકોને અફવાઓ પર ધ્યાન ન આપવા અને પેનિક બાયિંગ (બિનજરૂરી સંગ્રહખોરી) ન કરવા વિનંતી કરી છે.

    તંત્ર દ્વારા લેવામાં આવેલા આ આશ્વાસન બાદ શહેરમાં ઇંધણને લઈને સર્જાયેલી અનિશ્ચિતતા દૂર થવાની શક્યતા છે. વહીવટી તંત્ર સતત પુરવઠા પર નજર રાખી રહ્યું છે જેથી સામાન્ય જનતાને મુશ્કેલી ન પડે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply