રાજકોટ: કોરોનાથી મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને મૃતદેહ રિસર્સ માટે દાન કરવાની કરાઇ અપીલ
Live TV
-
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોનાવાયરસ નો કેર યથાવત્ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ રાજકોટ ની સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા કોરોના ના દર્દીઓ ની રિસર્ચ બેઝડ autopsy કરવામાં આવી રહી છે. ત્યારે હોસ્પિટલ તંત્રના સૂત્રોનું માનીએ તો કોરોના સંક્રમિત દર્દીઓને વાયરસ ની અસર ફેફસા ઉપરાંત મગજ અને લીવર ઉપર પણ જોવા મળે છે.
અત્યાર સુધીમાં માત્ર એક જ દર્દીની રિસર્ચ બેઝડ autopsy શક્ય બની છે. ત્યારે રાજકોટ સિવિલ ના ફોરેન્સિક મેડિસિનના હેડ અને એડિશનલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર હેતલ કિયાડા એ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારા દ્વારા લોકોને સતત અપીલ કરવામાં આવી રહી છે કે જે પણ દર્દીઓ મૃત્યુ પામે ત્યારબાદ તેમના દેહ પર રિસર્ચ કરવાની પરવાનગી મૃતકના પરિવારજનો આપે જેથી કરીને આગામી સમયમાં કોરોના વાઇરસના સંક્રમિત દર્દીઓને આપવામાં આવતી સારવાર વધુ સુદ્રઢ કઈ રીતે આપી શકાય તે અંગે ખ્યાલ આવી શકે.
તો સાથે જ કેટલાક લોકોએ મૃત્યુ પહેલાં જ પોતાના કેટલાક અંગોનું દાન આપવાનું નક્કી પણ કર્યું હોય છે. જોકે કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુ બાદ તેના એક પણ અંગોનું દાન થઈ શકતું નથી. ત્યારે લોકો કોરોના સંક્રમિત દર્દીના મૃત્યુ થયા બાદ તેના દેહ ના કેટલાક ભાગો પર રિસર્ચ કરવાની મંજૂરી આપે તે જરૂરી છે.
