હૈદરાબાદ ખાતે તાલીમ પૂર્ણ થતાં રાજ્યમાં 8 IPS અધિકારીઓની કરાઇ નિમણૂંક
Live TV
-
રાજ્યમાં નવા 8 IPS અધિકારીઓની નિમણુંક કરવામાં આવી છે. આ 8 IPS અધિકારીઓની તાલીમ SVPNPA હૈદરાબાદ ખાતે પૂર્ણ થતાં તેઓ રાજ્ય પોલીસ દળમાં હાજર થયા છે. જેથી તેમને રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં નિમણુંક આપવામાં આવી છે.
તો આ સાથે ગુજરાત પોલીસ સેવામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક, વર્ગ-1 સંવર્ગના 15 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં પાલનપુરના વિભાગીય પોલીસ અધિકારી એ. આર. જનકાંતની બદલી અમદાવાદમાં મદદનીશ પોલીસ કમિશનર તરીકે નાયબ પોલીસ અધિક્ષક બી. એસ. વ્યાસની બદલી અમદાવાદ ગ્રામ્ય મુખ્ય મથક ખાતે, અને ડો. શ્રુતિ મહેતાની બદલી ગાંધીનગર IB Special Branch of Commissionarate & District IB તરીકે કરવામાં આવી છે.
