Skip to main content
Settings Settings for Dark

રાજકોટ રેન્જ IGની ટીમનો સપાટો, ધ્રાંગધ્રા હાઈવે પર ટ્રકમાંથી લાખોનો દારૂ જપ્ત

Live TV

X
  • રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમે ગુરુવારે ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલનાકા નજીક એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રેન્જ આઈજીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી એક આઈસર ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી અંદાજે ૪૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે બે શખ્સોને પણ ઝડપી પાડ્યા છે.

    રાજકોટ રેન્જ આઈજી નિલિપ્ત રાયની ટીમે ગુરુવારે ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર સોલડી ટોલનાકા નજીક એક મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. રેન્જ આઈજીની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી એક આઈસર ટ્રકને અટકાવી તપાસ કરતા તેમાંથી અંદાજે ૪૦૦ પેટી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂ સાથે બે શખ્સોને પણ ઝડપી પાડ્યા છે.

    સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલો

    આ સમગ્ર ઓપરેશન રાજકોટ રેન્જની ટીમે ગુપ્ત રીતે હાથ ધર્યું હતું. ખાસ વાત એ છે કે, આટલો મોટો જથ્થો સ્થાનિક પોલીસની નાક નીચેથી પસાર થઈ રહ્યો હતો, છતાં સ્થાનિક પોલીસ અને એલસીબી (LCB) તંત્રને ભીંત પણ ન સુઝી. આના કારણે પોલીસ બેડામાં જોરશોરથી ચર્ચાઓ શરૂ થઈ છે કે શું સ્થાનિક પોલીસ આ કૌભાંડમાં 'ઊંઘતી' રહી હતી કે પછી જાણીજોઈને આંખ આડા કાન કર્યા હતા? આ ઘટનાએ સ્થાનિક પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.

    તપાસનો દોર તેજ

    ઝડપાયેલા આઈસર ટ્રક અને દારૂના જથ્થાને વધુ કાયદેસરની કાર્યવાહી માટે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો છે. હાલમાં રેન્જ આઈજીની ટીમ દ્વારા કડક પૂછપરછ શરૂ કરવામાં આવી છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો, કોના માટે હતો અને આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાં સંડોવાયેલા છે, તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે. અધિકૃત વિગતો મળ્યા બાદ આ કૌભાંડના અનેક પાસાઓ સામે આવશે તેવી શક્યતા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply