રાધનપુરમાં 196 કરોડ રૂપિયાના સાયબર કૌભાંડનો પર્દાફાશ
Live TV
-
રાધનપુર મા 'ઓપરેશન મ્યુલ હન્ટ 2.00' દરમિયાન 196 કરોડ રૂ.થી વધુના શંકાસ્પદ નાણાકીય વ્યવહારો સાથે જોડાયેલા મોટા સાયબર કૌભાંડનો પર્દાફાશ થયો છે. આ મામલે ત્રણ આરોપીઓ સામે ગુનો નોંધી પોલીસે તપાસ શરૂ કરી છે.
કમિશનની લાલચ આપી ખોલાવ્યા ખાતા: તપાસ દરમિયાન સામે આવ્યું કે શ્રમિકોને દર મહિને કમિશનની લાલચ આપી તેમના નામે બેંક ખાતા ખોલાવવામાં આવતા હતા. બાદમાં પાસબુક, ચેકબુક, એટીએમ કાર્ડ અને સિમકાર્ડ સહિતની બેંકિંગ કીટ આરોપીઓ પોતાના કબજામાં લઈ લેતા હતા.
38 સાયબર ફરિયાદોનો ખુલાસો: SAMANVAYA પોર્ટલ પર તપાસમાં શંકરભાઈ ઠાકોરના નામે ચાલતા બે બેંક ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાંથી 38 સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું સામે આવ્યું હતું.
પૂછપરછમાં થયો ભાંડો ફોડ: શંકરભાઈએ જણાવ્યું કે મનોજકુમાર ઉર્ફે લાલો ઠક્કરે રૂ. 10 હજાર માસિક કમિશનની લાલચ આપી હર્ષદભાઈ ઠક્કર મારફતે બેંક ખાતા ખોલાવ્યા હતા અને તમામ બેંકિંગ દસ્તાવેજો લઈ લીધા હતા.
BNS અને IT એક્ટની કલમો હેઠળ ગુનો: પોલીસે શંકરભાઈ ઠાકોર, મનોજકુમાર ઉર્ફે લાલો ઠક્કર, હર્ષદભાઈ ઠક્કર સહિત અન્ય સંડોવાયેલા શખ્સો સામે BNSની કલમ 317(2), 317(5), 318(4), 61(2)(a) તથા IT એક્ટની કલમ 66(D) હેઠળ ગુનો નોંધી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર રોહિતકુમાર વાધિયાને સોંપી છે.
