રાજકોટ શહેર પોલીસે દેશી દારૂના અડ્ડા પર મેગા ઓપરેશન હાથ ધર્યું
Live TV
-
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીની આગેવાની હેઠળની 22 ટીમોએ 160 પોલીસ કર્મીઓ સાથે રાખી કુબેલિયા પરા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર મેગા ઓપરેશન હાથ ધર્યું
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રીની આગેવાની હેઠળની 22 ટીમોએ 160 પોલીસ કર્મીઓ સાથે રાખી કુબેલિયા પરા વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર મેગા ઓપરેશન હાથ ધર્યું હતું. જેમાં પોલીસે આશરે 30 હજાર લીટર દેશી દારૂનો આથો પકડી તેનો નાશ કર્યો હતો તેમજ 500 લીટર દેશી દારૂ પકડી પાડ્યો હતો. પોલીસે સ્થળ પરથી 10 જેટલા દારૂ વેચનાર શખ્સોની અટકાયત કરી હતી. પોલીસના મેગા ઓપરેશનના પગલે બુટલેગરોમાં ફફડાટ ફેલાયો હતો.
