રાજકોટ SRP ગ્રુપ13 ખાતે રુ. 2.52 કરોડના વિકાસ કામોનુ ઈ-લોકાર્પણ
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે એસ.આર.પી.ગ્રુપ-13, રાજકોટ ખાતે રૂ. 2.52 કરોડના વિવિધ વિકાસ કામોનું ઈ-લોકાર્પણ કર્યુ હતુ. આ પ્રસંગે તેમણે રાજ્યમાં સામાન્ય માનવીને ન્યાય મળે તે માટે પોલીસને પુરી સત્તાઓ આપી હોવાની વાત કરી હતી.

રાજ્યનો છેવાડાનો માનવી પણ નિર્ભયતાથી જીવે અને વિકાસ કરે તેવી ભાવનાથી સમાજ વિરોધી તત્વો ગેરકાયદે પ્રવૃત્તિ કે ગૌવંશ હત્યા કરનારાઓ સામે ઝિરો ટોલરન્સ દાખવવા રાજ્યના પોલીસ તંત્રને ખુલ્લો હાથ આપ્યો હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો. તેમણે ઉમેર્યુ હતુ કે ગુજરાત પોલીસ આવાસ નિગમ દર વર્ષે આવા 10 હજાર જેટલા આવાસો બનાવે છે. તેમણે હાલના કોરોના કાળમાં ફ્રન્ટલાઇન વોરિયર્સ તરીકે પોતાના જીવના જોખમે પણ પ્રજાની રક્ષા કરનારા પોલીસ અને SRP કર્મીઓની સેવાઓને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે અન્ન અને નાગરિક પૂરવઠા મંત્રી જયેશ રાદડીયા, રાજકોટના મેયર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીતા સિંહ, પોલીસ મહાનિદેશક આશિષ ભાટિયા સહિત વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.