રાજપીપળાનો ફૌજી પરિવાર, 4 પેઢીથી યુવાનો જોડાય છે આર્મીમાં!
Live TV
-
પુલવામા હુમલા બાદ ભારતીય સેનાનો આતંકવાદ સામે જડબાતોડ જવાબ અને શુરવીર વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી, આ સમગ્ર ઘટના બાદ આખો દેશ સેનાના જવાનોની દેશ સેવાને અલગ- અલગ રીતે સન્માનિત કરીને નવાજી રહ્યો છે, ત્યારે આજે આપણે એક એવા પરિવારની વાત કરીએ જેની ચાર પેઢી લશ્કર માં સેવા આપી રહી છે.
રાજપીપળાનાં રાજવી પરિવારના સભ્યોની અનોખી દેશ સેવા ઉડીને આંખે વળગે તેવી છે. વર્ષ ૧૯૪૨થી આજ દીન સુધી આ પરિવારના યુવાનો આર્મીમાં જોડાઈને દેશની સેવા કરી રહ્યાં છે. આ પરિવારને અત્યાર સુધીમાં 9 મેડલ મળી ચૂક્યાં છે. આ રાજવી પરિવારના પૃથ્વી રાજસિંહ સેનામાં કમાન્ડર હતા. તેમના પુત્ર દિલીપસિંહજી ગોહિલ ૧૯૪૨માં સેનામાં ભરતી થયા હતા.
દિલીપસિંહજી ગોહિલના પુત્ર મેજર જનરલ રણધીરસિંહજી ગોહિલ પણ સેનામાં દાખલ થયા હતા. તેમના ભાઈ મેજર યશોરાજ સિંહ ગોહિલે ૧૯૭૫ થી ૧૯૮૦ સુધી સૈન્યમાં ફરજ બજાવી હતી. તેમના જ પરિવારનો અન્ય એક યુવાન કર્નલ અભયસિંહજી પણ આર્મીમાં સેવા આપી રહ્યો છે. 4 પેઢીથી આર્મીમાં સેવા આપી રહેલા આ પરિવારને લોકો ફૌજી પરિવાર તરીકે ઓળખે છે.
