Skip to main content
Settings Settings for Dark

રાજપીપળા ખાતે મંત્રી બચુભાઇ ખાવડની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક

Live TV

X
  • વર્ષ 2017-18ના 311 કામોમાંથી બાકી રહેલા કામો તાત્કાલિક પૂર્ણ કરવા તાકીદ કરી.

    રાજપીપળા ખાતે ગ્રામ ગૃહ નિર્માણ ગ્રામ વિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી બચુભાઈ ખાબડની અધ્યક્ષતામાં વર્ષ 2018-19ના આયોજન અંગે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં 24 કરોડથી વધુની જોગવાઈના કામોને બહાલી આપવામાં આવી હતી. ખાબડે જણાવ્યું હતું કે, વર્ષ 2017-18ના વર્ષમાં 311 કામો પૂર્ણ થયા છે. તેમણે બાકી રહેલા કામો તાત્કાલિક પૂર્ણ કરવા તાકીદ કરી હતી. જિલ્લા કલેક્ટર આર.એસ. નિનામાએ ગુજરાત પેટર્ન 2018-2019 આયોજન કામોના અંદાજો મેળવી, મંજૂરી મેળવવાની કામગીરી સાથે 15 જૂન સુધીમાં વર્ક ઓર્ડર આપી કામ શરૂ કરાવવા અમલીકરણ અધિકારીને જરૂરી સૂચના આપી હતી. મંત્રીએ દર ત્રણ મહિને સમીક્ષા બેઠક યોજવા તાકીદ કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply