પાંચમાં દિવસે પેટ્રોલના ભાવોમાં 10 પૈસાનો ઘટાડો
Live TV
-
ડીઝલના ભાવમાં કોઇ ઘટાડો નોધાયો નથી.
રવિવારે પેટ્રોલના ભાવમાં 10 પૈસાનો ઘટાડો થયો છે. છેલ્લા પાંચ દિવસમાં પેટ્રોલના ભાવમાં 34 પૈસા સુધીનો ઘટાડો નોંધવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં આજના દિવસમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી. ચાર મેટ્રો સિટીમાં હાલ મુંબઈમાં પેટ્રોલના ભાવ સૌથી વધગારે છે. અહીં પેટ્રોલનો ભાવ રૂ. 85.92 અને ડીઝલનો ભાવ રૂ. 73.58 નોંધવામાં આવ્યો છે. આ પહેલાં 14થી 28 મે દરમિયાન પેટ્રોલના ભાવમાં સતત વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન પેટ્રોલના ભાવમાં રૂ. 4 અને ડીઝલના ભાવમાં રૂ. 3.62નો વધારો થયો હતો.
