Skip to main content
Settings Settings for Dark

રાજભવનમાં આનંદ-ઉલ્લાસપૂર્વક નૂતન વર્ષની ઉજવણી

Live TV

X
  • રાજભવનમાં આનંદ-ઉલ્લાસપૂર્વક નૂતન વર્ષની ઉજવણી થઈ હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજભવન પધારીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે નૂતન વર્ષે શુભકામનાઓનું આદાન-પ્રદાન કર્યું હતું. મુખ્ય સચિવ રાજકુમાર પણ રાજભવન પધાર્યા હતા તેમણે પણ શુભેચ્છાઓની આપ-લે કરી હતી.

    રાજભવનના પ્રાંગણમાં સંસ્કારભારતી, ગુજરાત પ્રાંતની ભૂઅલંકરણ ટીમની બહેનોએ સુંદર રંગોળીમાં પ્રાકૃતિક ખેતીના સંદેશાની ભાત પાડી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મુખ્ય સચિવ રાજકુમારે આ રંગોળી નિહાળીને સુંદર તસવીરો લીધી હતી.  નૂતન વર્ષના પ્રારંભે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, લેડી ગવર્નર દર્શના દેવી અને પરિવારજનોએ રાજભવન પરિવારમાં આવેલી યજ્ઞશાળામાં હવન કર્યો હતો.  ગુજરાત રાજ્યના વરિષ્ઠ સનદી અધિકારીઓ. ભૂતપૂર્વ સનદી અધિકારીઓ અને નાગરિકોએ રાજભવન પધારીને નૂતન વર્ષની શુભકામનાઓની આપ-લે કરી હતી. ગાંધીનગરના સંસ્કાર ગ્રુપના બાળકો રાજ્યપાલ માટે તેમણે જાતે તૈયાર કરેલા કાર્ડ લઈને આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શના દેવી એ વ્હાલપૂર્વક બાળકોની શુભેચ્છાઓ સ્વીકારી હતી. શુભકામનાઓ પાઠવવા રાજભવન પધારેલા નાગરિકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત એ નૂતન વર્ષ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આણનારું બની રહે એવી શુભકામનાઓ પાઠવીને સૌનો આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply