Skip to main content
Settings Settings for Dark

રાજયમાં એક સાથે 5 સિસ્ટમ એક્ટિવ, રાજયમાં હળવાથી ભારે વરસાદની શકયતા

Live TV

X
  • આજથી રાજયમાં વરસાદનું જોર વધ્યું છે. અને દક્ષિણ તેમજ મધ્ય ગુજરાતમાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આવતીકાલે સુરેન્દ્રનગર, અમદાવાદ, ભાવનગર, આણંદ, ગાંધીનગર,  મહેસાણા, અમરેલી, ભરૂચ માં અતિભારે વરસાદની આગાહી કરી છે. તો છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.  રાજયમાં એક સાથે  5 સિસ્ટમ એક્ટિવ હોવાથી આગામી દિવસોમાં પણ આખા રાજયમાં  હળવાથી ભારે વરસાદની શકયતા વ્યક્ત કરાઈ છે. તો  દરિયાકાંઠે 3 નંબરના સિગ્નલ લગાવાયા છે. અને માછીમારોને દરિયામાં જવાની મનાઈ ફરમાવાઈ છે. હાલમાં સક્રિય ડીપ ડિપ્રેશનની તીવ્રતા ઘટીને તે ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર થોડા સમય બાદ આ ડિપ્રેશન વેલમાર્ક લો-પ્રેશર વિસ્તારમાં ફેરવાશે.
     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-08-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-08-2026 Max Temp : °C Min Temp : °C
apply