રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી 201 તાલુકામાં વરસાદ ખાબક્યો
Live TV
-
રાજ્યમાં આજે સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી 201 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.. જેમા સૌથી વધુ સુરતના અંબિકામાં 18.39 ઈંચ વરસાદ ખાબક્યો હતો, તો તાપીના ડોલવણમાં 13.58 ઈંચ વરસાદ વરસ્યો છે.. અંબિકામાં છેલ્લા 2 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે... આજે રાજ્યમાં સુરત, તાપી, નવસારી, વલસાડ, ખેડા, આણંદ, ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, દાહોદ, વાવ-થરાદ તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. રાજયમાં સિઝનનો સરેરાશ વરસાદ 55. 97 ટકા થયો છે. તેમજ સરદાર સરોવર ડેમમાં પાણીનો સંગ્રહ 72. 50 ટકા જેટલો થયો છે. તેમજ 22 ડેમ હાઇ એલર્ટ પર છે અને 14 ડેમ સો ટકા ભરાઈ ગયા છે. તો 6 ડેમ એલર્ટ પર રખાયા છે.
