રાજયમાં સૌથી વધુ સંક્રમણ અમદાવાદમાં ફેલાયું, કુલની સંખ્યા 3000ને પાર
Live TV
-
અમદાવાદમાં કોરોના વાયસરનું સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હાલમાં કોરોનાં વાયરસથી સંક્રમિત દર્દીઓનીં સંખ્યા 3000થી વધુ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે આગામી શક્યતાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની તૈયારીઓ આરંભી દીધી છે.
અમદાવાદમાં કોરોના વાયસરનું સંક્રમણ ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. હાલમાં કોરોનાં વાયરસથી સંક્રમિત દર્દીઓનીં સંખ્યા 3000થી વધુ થઈ ગઈ છે. ત્યારે રાજ્ય સરકારે આગામી શક્યતાઓને ધ્યાનમાં રાખીને અમદાવાદની તમામ ખાનગી હોસ્પિટલોને કોવિડ હોસ્પિટલમાં ફેરવવાની તૈયારીઓ આરંભી દીધી છે. સરકારે અમદાવાદ મેડિકલ એસોસિએશન પાસેથી સંલગ્ન હોસ્પિટલોની યાદી મેળવી લીધી છે. તેમાંથી 150 હોસ્પિટલના સંચાલકોએ સ્વૈચ્છિક રીતે પોતાની હોસ્પિટલ સરકારને આપી છે અને બાકીની હોસ્પિટલોને રોગચાળાના કાયદા હેઠળ સંપાદિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અમદાવાદ મેડિકલ એસો.ના પ્રમુખ ડો. મોનાબેન દેસાઇએ આ અંગે દૂરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી.
