રાજસ્થાનમાં સાઇક્લોનિક સરક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં આગામી ત્રણ દિવસ પવન સાથે વરસાદની શક્યતા
Live TV
-
રાજસ્થાનમાં સક્રિય થયેલા સાઈક્લોનિક સરક્યુલેશનનો ટ્રફ દક્ષિણ-પશ્ચિમી રાજસ્થાનથી લઈને ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર સુધી લંબાયો છે. જેને કારણે આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદ સહિત રાજ્યમાં પવન સાથે વરસાદ પડવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે દક્ષિણ-પશ્ચિમના પવન ફૂંકાવાને લીધે રાજકોટ, અમરેલી, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની સંભાવના છે. આાગામ 28 થી 29 મેના રોજ માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે. તો બીજી તરફ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના હવામાન સેલના પ્રાધ્યાપક અને વડા પ્રોફેસર એમ.સી ચોપડાએ જણાવ્યું હતું કે, છેલ્લા પાંચ દિવસથી જૂનાગઢમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 85 થી 90 ટકા રહે છે. સાથે-સાથે પવન 10 થી 15 કિલોમીટરની ઝડપે ફૂંકાઇ રહ્યો છે. જો કે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મેઘ સવારી 10 જૂનની આજુબાજુમાં આવવાની શક્યતા છે.
