Skip to main content
Settings Settings for Dark

રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્ક માટે રૂપિયા 3, 842 કરોડના કામો મંજૂર

Live TV

X
  • ગ્રામ્ય વિસ્તારના આંતરિક માર્ગોના જરૂરી રિસરફેસિંગ માટે કુલ 7, 453 કિલોમીટર લંબાઈના નોન પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ હાથ ધરાશે

    ગ્રામ્ય રોડ કનેક્ટિવિટી સુદ્રઢ કરવાની દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવતર અભિગમ અપનાવતા રાજ્યના અંતરિયાળ અને ગ્રામીણ વિસ્તારોના રોડ નેટવર્ક માટે 3, 842 કરોડ રૂપિયાના કામોને મંજૂરી આપી છે. જે અંતર્ગત રાજ્યની તમામ જિલ્લા પંચાયત હેઠળના ગ્રામ્ય વિસ્તારના આંતરિક માર્ગોના જરૂરી રિસરફેસિંગ માટે કુલ 7, 453 કિલોમીટર લંબાઈના નોન પ્લાન રસ્તાઓનું રિસરફેસિંગ હાથ ધરાશે. ઉપરાંત, રાજ્યના નોર્મલ વિસ્તારોમાં 250થી 500ની વસ્તી ધરાવતા પરાઓને જોડતા 206 માર્ગોને રિસરફેસ કરવાની કામગીરી માટે 191.55 કરોડ રૂપિયાની ફાળવણીની મંજૂરી આપી છે. સાથે જ રાજ્યના સરહદી ગામો, બોર્ડર વિલેજ, પરાઓ ચોમાસા દરમિયાન અન્ય માર્ગોથી વિખૂટા થઈ જતા હોય છે, તેને જોડાણ આપવાની દિશામાં માટે પણ મંજૂરી આપી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply