Skip to main content
Settings Settings for Dark

સુરેન્દ્રનગર જિલ્લામાં સિંચાઈ માટે રૂ. 348 કરોડની યોજનાની વહીવટી મંજૂરી

Live TV

X
  • આ યોજના દ્વારા જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવામાં આવશે

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ-મુળી-સાયલા તાલુકાના 38 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 348 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે. આ ત્રણ તાલુકાના 38 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલા જળસ્ત્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો.

    મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ, વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ અને સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રી દ્વારા ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્ચો હતો.  મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના દર્શાવાચેલા 38 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 348 કરોડની વહીવટી મંજૂરી આપી છે.

    આ યોજના દ્વારા વઢવાણ, મુળી અને સાયલા તાલુકાના 38 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે 2707 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply