લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં તમામ રાજકીય પાર્ટીઓનો પ્રચાર શરૂ
Live TV
-
કૉંગ્રેસે ગુજરાતમાં સાત બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી
લોકસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં તમામ રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે. ત્યારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ગુજરાતમાં આવી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. બંને નેતાઓએ ભરૂચ અને ભાવનગર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કર્યો હતો. બીજી તરફ કૉંગ્રેસે પણ ગુજરાતમાં સાત બેઠકો પર ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેને લઈ કૉંગ્રેસના નેતાઓએ પણ પ્રચાર શરૂ કરી દીધો છે.
