રાજ્યના અંતરિયાળ અને રણ વિસ્તારના નાગરિકોને ઘર આંગણે પાયાની આરોગ્ય સેવાઓ પહોચાડતી સેવા : મોબાઈલ હેલ્થ યુનિટ
Live TV
-
ગુજરાતમાં 128 મોબાઇલ હેલ્થ યુનિટ ; સૌથી વધુ કચ્છ જિલ્લામાં ૧૪ યુનિટ કાર્યરત
ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ મોબાઇલ હેલ્થ યુનિટ રાજ્યના દૂરદરાજના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પહોંચાડવામાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. આ યુનિટો દ્વારા ગ્રામજનોને તેમના ઘરઆંગણે જ પ્રાથમિક આરોગ્ય સેવાઓ મળી રહે છે. 128થી વધુ મોબાઇલ હેલ્થ યુનિટો રાજ્યભરમાં કાર્યરત છે જેમાં રોગ નિદાન, સારવાર, રોગ અટકાયત અને લેબોરેટરી તપાસ જેવી વિવિધ સેવાઓ આપવામાં આવે છે. આ યોજનાના માધ્યમથી ગુજરાત સરકાર ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સુવિધાઓ વધારવામાં સફળ રહી છે અને લોકોના જીવનમાં સુધારો કરવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે.
રોગનિદાન સારવાર સેવાઓ
છેલ્લા એક વર્ષમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા 38,099 રૂટ કરી 23.60 લાખથી વધુ નાગરિકોને ઓન રૂટ ઓ.પી.ડી. સેવાઓ આપી છે. જેમાં મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા 15,983 રૂટ ઉપર 1,24,4540 દર્દીઓની સેવા આપી, મોબાઈલ હેલ્થ યુનિટે13,097 રૂટ કરી 3,90,712 તેમજ મોબાઈલ મેડિકલ યુનિટ દ્વારા 9019 રૂટ કરી 7,25,025 નાગરિકોને સારવાર આપવામાં આવી છે.
રોગ અટકાયત અને આરોગ્ય વર્ધક સુવિધાઓ
મોબાઇલ હેલ્થ યુનિટ એમએચયુ, એમએમયુ અને એએસવી એમએયુ યુનિટ દ્વારા નાના બાળકોની સારવાર, રોગ અટકાયત માટે જરૂરી માર્ગદર્શન, આગણવાડી- શાળાના બાળકોની તપાસ અને સારવાર અંગત સ્વચ્છતા, તરૂણ સ્વાસ્થ્ય સેવાઓ ઉપરાંત તમાકુના રોગો, એચાઇવી/એઇડસ વિગેરે જેવા રોગો વિષે માર્ગદર્શન પુરૂ પાડવામાં આવે છે. જે અંતર્ગત છેલ્લા એક વર્ષમાં મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા 11,359 પૂર્વ પ્રસૂતિ સંભાળ સેવા આપી છે. જ્યારે 1.25 લાખથી વધુ તરુણોને, 59,064 આંગણવાડીના બાળકોની તપાસણી કરી,1,055 હાઈરીસ્ક માતાઓ તેમજ 350 તાત્કાલિક સેવાઓ એમ કુલ મળીને 1,96,904 નાગરિકોને મોબાઇલ હેલ્થ યુનિટ થકી સારવાર આપવામાં આવી છે.
લેબોરેટરી તપાસ સેવાઓ
મોબાઇલ મેડીકલ યુનીટમાં હિમોગ્લોબિન, મેલેરીયા સ્લાઇડ, પેશાબ સંબંધિત પ્રાથમિક આરોગ્યની તપાસ પણ કરવામાં આવે છે. જેમાં છેલ્લા એક વર્ષમાં ૧૨૮ મોબાઇલ હેલ્થ યુનિટ દ્વારા કુલ 4.90 લાખથી વધુ નાગરિકોનો લેબોરેટરી તપાસ ઓન રૂટ કરવામાં આવી છે. જે અંતર્ગત 3,31,514 નાગરીકોની લોહીની તપાસ, 1,26,440 પેશાબની તપાસ તેમજ 33,286નાગરીકોની મેલેરિયા પેરાસાઇટની તપાસણી કરવામાં આવી છે.