રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ, 24 કલાકમાં ચોમાસાનું સત્તાવાર થઇ શકે છે આગમન
Live TV
-
અમદાવાદ સહિત માળિયા, રાધનપુર, કરજણ, માતરમાં ત્રણ ઈંચ, જ્યારે તાપીના કુકર મુંડા અને ગુરુડેશ્વરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ, ,73 તાલુકામાં વરસાદ
સમગ્ર ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થયો, જેમાં સૌથી વધારે મહેસાણાના વિજાપુર તાલુકામાં નોંધાયો....વિજાપુરમાં સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો. ત્યારબાદ અમદાવાદના દેત્રોજમાં પોણા ચાર ઈંચ વરસાદ નોંધાયો. આ સિવાય વડોદરાના કરજણમાં સાડા ત્રણ ઈંચ, ખેડાના માતરમાં ત્રણ ઈંચ, મહેસાણાના બેચરાજીમાં પોણ ત્રણ ઈંચ, સાબરકાંઠાના પ્રાંતિજમાં પોણા ત્રણ ઈંચ, પાટણના રાધનપુરમાં અઢી ઈંચ, જ્યારે ભરૂચના વાગરામાં પણ અઢી ઈંચ વરસાદ વરસ્યો. રાજ્યમાં સૌથી વધારે વરસાદ મહેસાણાના વિજાપુરમાં જ્યારે સૌથી ઓછો વલસાડના ધરમપુર, ઉમરગામ, રાજકોટના પઢઘરી અને બનાસકાંઠાના કાંકરેજમાં એક એક મિલિમીટર નોંધાયો. વિજાપુરમાં ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. તો કેટલીક દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે...જેના કારણે વેપારીઓને મોટા પાયે નુક્સાન થયું છે. બીજી તરફ રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે...
